SINOR

શિનોર પંથકમાં મહિલાઓ દ્વારા વટ સાવિત્રી ના વ્રત ની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

ભારતીય સંસ્કૃતિના આદિ અનાદિ કાળથી વડ સાવિત્રી ના વ્રત સાથે સત્યવાન અને સાવિત્રી ની કથા પ્રચલિત છે .સતી સાવિત્રી એ યમરાજ પાસેથી પોતાના પતિ ના પ્રાણ પાછા લાવી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું દ્રસ્ટાન પૂરું પાડ્યું હતું.જે અંતર્ગત મહિલાઓએ આજરોજ શિનોર ખાતે સોની બજાર પાસે આવેલ વર્ષો જુના વડ પાસે વડ ના ઝાડ ની પૂજા અર્ચના કરી પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.જેમાં મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓ ઉપસ્થિત રહીને વ્રત સાવિત્રી વ્રત ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
જેમાં મહિલાઓએ વડ ના ઝાડ ની પરિક્રમા કરી 108 વખત કાચું સુતર વિટાવીને પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્ય માટે પાર્થના કરી હતી.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button