LUNAWADAMAHISAGAR

આરોગ્ય માટે સાયકલની થીમ સાથે સાયકલ રેલીને મહીસાગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રસ્થાન કરાવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

આરોગ્ય માટે સાયકલની થીમ સાથે સાયકલ રેલીને મહીસાગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રસ્થાન કરાવ્યું

મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય માટે સાયકલની થીમ સાથે ૩ જૂન વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ફુવારા ચોકથી લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર સુધી સાયકલ રેલીને આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી આર પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મહીસાગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે બિન ચેપી રોગો જીવન શૈલી આધારિત રોગો (NCDs) થવા માટે શારીરિક નિષ્ક્રિયતાએ મુખ્ય જોખમી પરિબળોમાનું એક છે. નેશનલ એનસીડી મોનીટરીંગ સર્વે (NNMS ) ૨૦૧૭-૧૮ દરમિયાન ૪૧.૩ ટકા ભારતીયોમાં શારીરિક પ્રવુત્તિઓનો અભાવ જોવા મળે છે. શારીરિક પ્રવુત્તિ તથા સ્વાસ્થ્ય લાભમાં બિનચેપી રોગો જીવન શૈલી આધારિત રોગો (NCDs) ના જોખમમાં થતો ઘટાડો એટલું જ નહીં પણ માનસિકતા પર હકારાત્મક અસર સાથે માનસિક ઉન્માદની પરિસ્થતિમાં પણ ઘટાડો કરે છે અને આરોગ્ય સુખાકારીને પ્રોત્સાહન આપે છે.

૩જી જૂન વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી વાહન વ્યવહાર દ્વારા શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા સમગ્ર જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો પર સાયકલ રેલીનું આયોજન કરાયું છે.

[wptube id="1252022"]
Back to top button