
વિજાપુર દગાવાડિયા ના નિવૃત એસટી કર્મચારી નો સોનામાં ગુંથેલી માળા ઝુંટવી નાગો બાવો ફરાર
વસઈ પોલીસ મથકે કાર ચાલક સહિત બે સામે નોંધાઇ ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામે રહેતા નિવૃત એસટી કર્મચારી ને ગુલાબનાથ મંદિરનું સરનામું પૂછતા ની સાથે ગળામાં પહેરેલો સોનામાં તારમાં ગુંથેલી રુદ્રાક્ષ ની માળા ઝુંટવી કાર માં કડા તરફ ભાગી ગયેલા નાગા બાવા તેમજ કાર ના ડ્રાયવર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર તાલુકાના દગાવાડિયા ગામના રમેશપુરી નારાયણપુરી ગોસ્વામી તેમજ તેમના મિત્ર ઈશ્વરભારથી રોજીંદા કાર્યક્રમ મુજબ દગાવાડિયા થી કડા તરફ ના રોડ ઉપર આવેલ સધી માતાના મંદીર તરફ ફરવા નીકળ્યા હતા તે સમયે કુકરવાડા તરફથી આવેલ નમ્બર વગર ની કાર માં બેઠેલા નાગા બાવાએ ગુલાબ નાથ મંદિર જવા માટે નો સરનામું પૂછવા ઉભા રાખી ને રમેશપુરી એ ગાળામાં પહેરેલો સોનાના તાર માં ગુંથેલી રુદ્રાક્ષ ની માળા રૂપિયા દોઢ લાખ ની માળા ઝુંટવી કાર માં ફરાર થઇ જતા તેનો પીછો કર્યા બાદ રમેશપુરી ગોસ્વામી એ નાગા બાવા તેમજ કાર ચાલક સામે વસઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે બે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે





