
વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા સાયકલ રેલી યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ સાયકલ દિન 3 જૂન 2023 અંતર્ગત સાયકલ રેલી યોજાઈ .આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને. જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા ના માર્ગદર્શન હેઠળ 3 જૂન 2023 વિશ્વ સાયકલ દિન ઉજવણીના ભાગરૂપે વિજાપુર તાલુકાના 10 પ્રા આ કેન્દ્ર તેમજ 46 સબ સેન્ટર પર આરોગ્યના કર્મચારી ગામના વિદ્યાર્થીઓ તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સ્ટાફ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવા માં આવ્યુ હતુ “આરોગ્ય માટે સાયકલ” “સાયકલ ફોર હેલ્થ ” થીમ પર સાયકલ રેલી યોજાઇ હતી બિનચેપી રોગો ડાયાબિટીસ બીપી અયોગ્ય આહાર ની આદતો અપૂરતી શારીરિક પ્રવૃત્તિ અને વાયુ પ્રદૂષણ જેવા પરિબળોને કારણે થાય છે બિનચેપી રોગો થવાનું મુખ્ય કારણ શારીરિક પ્રવૃત્તિની નિષ્ક્રિયતા છે સાયકલ ચલાવવાથી શરીરના તમામ અંગોની કસરત થાય છે ચોખ્ખી હવા મળે છે વજનમાં ઘટાડો કરી શકાય છે માનસિક તણાવ ઓછો કરી શકાય છે તાલુકા હેલ્થ સુપરવાઈઝર પામોલ મુકામે રેલી માં હાજર રહ્યા હતા આ સાયકલ રેલીનું આયોજન તાલુકા હેલ્થ વિજાપુર ડો વિજય જે પટેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું





