
હળવદ માં પાંચ GRD જવાનોએ યુવાનને ઢોરમાર માર્યાનો આક્ષેપ –
હળવદ તાલુકામાં જીઆરડી જવાનો કાયદો હાથમાં લેતા હોવાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં ગત 1 જૂનના રોજ ત્રણ યુવાનો કેરી ખાવા ગયા હતા. અને તે દરમિયાન જીઆરડી જવાનોએ ચોર સમજીને એક યુવાનને ઢોર માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાનના થાપો તેમજ પગમાં જીઆરડી જવાનોએ 3 કલાક સુધી માર મારવાનો આરોપ માણેકવાડા ગામના યુવાને લગાવ્યો છે.
આ બનાવની વાત કરવામાં આવે તો ગત તારીખ 1 જૂનના રોજ માણેકવાડા ગામના ત્રણ યુવાનો શિવપુર પાસે બેઠા હતા અને તે દરમિયાન ભૂખ લાગતા કેરી ખાવા ગયા હતા અને બહાર નીકળતી વેળાએ જીઆરડી જવાનો તેને જોઈ જતા હાંકલ મારી હતી જેથી કરીને ગભરાયેલા બે યુવાનો ભાગી ગયા હતા અને એક યુવાન પકડાઈ ગયો હતો. જેને પકડી પાડીને ચેપાકુવા પાસે લઈ જઈ પાંચ જીઆરડી જવાનો દ્વારા ઢોરમાર મારવાનો યુવાને આરોપ લગાવ્યો છે. જેમાં પગના તળીયા અને થાપામાં ઈજાઓ પણ જોવા મળી રહી છે.
ત્યારે બીજી એવી પણ વાત જાણવા મળી રહી છે કે આ યુવાનો કેરી ચોરી કરીને ભાગી રહ્યાં હતા તો પોલીસને કેમ સોંપવામાં ન આવ્યા અને અત્યાર સુધી કેરી ચોરવાનો ગુનો દાખલ કેમ નથી કરવામાં આવ્યો તે પણ સવાલ ઉઠી રહ્યાં છે. બીજી એક અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જીઆરડીના અમુક જવાનો દેશીદારૂ વેચતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જેમાં એક મહિલાને દેશીદારૂ વેચવા પણ આપ્યો હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે કાયદો હાથમાં લેતા જીઆરડી જવાનો સામે કાયદાકીય પગલા લેવાશે કે કેમ તે પણ જોવાનું રહ્યું. બીજી એક વાત કરીએ તો જીઆરડી જવાનનું કામ ગેરકાનૂની પ્રવૃતિ વિશે પોલીસને જાણકારી આપવાનું છે. પોતે પોલીસ બનીને કાયદો હાથમાં લેવાનું નથી.