BHARUCH

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના “કરમાડ” ગામે સામાજિક દુષણ “જાતિવાદે” માથું ઉંચકતા પંથકમાં ચકચાર

એન્કર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના “કરમાડ” ગામે સામાજિક દુષણ “જાતિવાદે” માથું ઉંચકતા પંથકમાં ચકચાર.

જ્ઞાતિવાદનો ભોગ બનનાર કરમાડ ગામના ઈસમો દ્વારા, અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભારત મા આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિ પર અત્યાચારના બનાવો ઘટવાની જગ્યાએ રોજ બરોજ વધવા લાગ્યા છે.જેમાં કરમાડ ગામ પણ બાકાત નથી.

જંબુસર તાલુકાના કરમાડ ગામે વણકર ફળીયામાં જવાના રસ્તા ઉપર સ્થાનિક લોકો દ્વારા,
ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલછે. અને વણકર સમાજના “કુવા” અને “હેન્ડપંપ” ઉપર કબજો જમાવવામાં આવ્યો છે. ત્યાં ઉકરડા બનાવી ગંદકી કરવામાં આવે છે.

આબાબતે ગત,
તા ૨૩- ૫-૨૦૨૩ ના રોજ કરમાડ ગામે ઉચ્ચ જ્ઞાતિના ઈસમો દ્વારા એક યુવાન પર જાનલેવા હુમલો કરવા માં આવ્યો હતો.

સદનસીબે મહોલ્લાના લોકો દોડી આવતા યુવાનનો બચાવ થવા પામ્યો હતો,
????????આઅસામાજિક તત્વો દ્વારા બહેન દિકરીઓની છેડતી પણ કરવામાં આવેછે.
આ બાબતે ન્યાય મેળવવા માટે છપ્પન છત્રીસ બાણું ગામ વણકર સમાજના લોકો દ્વારા અત્યાચાર રોકવા માંટે જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

જેમાં છપ્પન છત્રીસી બાણુંગામ વણકર સમાજના પ્રમુખ,
ઈશ્વર ભાઈ જાંબુ,
સામાજિક આગેવાન રાજેન્દ્ર ભાઈ સુતરીયા,
કરમાડ ગામના છગનભાઈ જાંબુ,
ભાઈલાલભાઈ પરમાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા અને કલેક્ટરશ્રી પાસે ન્યાય મેળવવા આજીજી કરી.

કલેકટરશ્રીએઆ બાબતે તાત્કાલિક અસરથી ડીવાયએસપી જંબુસરને તપાસ કરવા આદેશ આપ્યાના સમાચાર સાંપડ્યાછે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button