
તા.૨ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને “કુપોષણમુક્ત ગુજરાત” અભિયાન અન્વયે આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્ક્રીનિંગ અંગે મિટિંગ યોજાઈ હતી.

જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આવતા ૦ થી ૬ વર્ષના તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરવા શ્રી દેવ ચૌધરીએ સૂચના આપી હતી, જેમાં બાળકનું વજન અને ઊંચાઇની નોંધ રાખવા, એનીમિક બાળકની યોગ્ય સારવાર કરવા, ફોલિક એસિડની ટેબલેટ અથવા સીરપ આપવા, રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ફોર ડી. સ્ક્રીનિંગ કરી ખોડખાંપણ ધરાવતા બાળકની સારવાર કે સર્જરી વિના મૂલ્યે સરકારી કે નિયત ખાનગી દવાખાનામાં કરાવવા, અતિસાર(ઝાડા)થી પીડિત બાળકને આર.એસ.,અને ઝે.ડી.એ. ટેબલેટ આપવા, ટેક હોમ રાશન અને બાલ ભોગનું યોગ્ય વિતરણ કરવા, ધાત્રીઓ અને ગર્ભવતીઓને માતૃ શક્તિ રાશન, કિશોરીઓને પૂર્ણ શક્તિ રાશન મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. આ અભિયાન અન્વયે જિલ્લાના ૯૬,૫૬૧ બાળકોનું સ્ક્રીનિંગ એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.

આ મહાઅભિયાનનો પ્રારંભ આજથી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આરોગ્ય, શિક્ષણ અને સંકલિત બાલ વિકાસ યોજના વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેષ રાઠોડ, જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.એમ.એસ અલી, ડો.પી.કે.સીંગ, પ્રોગ્રામ ઓફિસશ્રી સાવિત્રી નાથજી, વિવિધ તાલુકાઓના હેલ્થ ઓફિસર્સ, તથા શિક્ષણ અને આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.









