BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ નજીક આવેલ કંપની માંથી સૌથી ઝેરી  રસેલ્સ વાઇપર નામના સાપને ઝડપી લેવામા વનવિભાગ ની ટીમને મળેલી સફળતા.

 

આ સાપ મનુષ્યને કરડે અને તેનુ ઝેર ૩ એમ. એલ જેટલુ શરીર મા પ્રસરી જાઇતો ૧૦ થી ૧૫ મિનિટમા મોત થાય.

 

નેત્રંગ નજીક આવેલ એક કંપનીમા આજે સવારના સમયે સૌથી ખતરનાક ઝેરી સાપ નિકળતા મજુરોમા ભયના માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી, પરંતુ નેત્રંગ વનવિભાગ ની ટીમે ભારે જહેમત બાદ સાપને ઝડપી લેતા કંપની સંચાલકો સહિત મજુરોએ રાહતનો દમ લીધો હતો.

નેત્રંગ – રાજપારડી રોડ પર ફોકડી ગામે આવેલ હર્ષદ મેંગો પ્રોડક્શ  કે જે અથાણ તેમજ કેરીના  રસનુ ઉત્પાદન કરતી કંપની છે.  હાલ આ કંપનીમા રસ ઉત્પાદન ની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજ રોજ કેરી સોટીગ ની કામગીરી મજુરો થકી ચાલી રહી હતી.

તે સમય દરમિયાન સવાર નવ થી દસના ગાળા દરમિયાન એક ત્રણ ચાર ફટ લાબો કાબર ચિતરો સાપ મજૂરોની નજરે પડતા ભયના માહોલ વચ્ચે નાસભાગ મચી જવા પામી હતી. સાપ હોવાની ખબર જાણતા જ કંપની માલિક સિદ્ધાર્થભાઈ નરેશભાઈ શાહે નેત્રંગ વનવિભાગ ના આરએફઓ સરફરાઝ ધાંચીનો ટેલિફોનિક સંપર્ક સાધતા નેત્રંગ વનવિભાગ મા ફરજ બજાવતા વનરક્ષક એવા જતીન ડાભી, અસ્વીન બારૈયા, કાનજી ચૌહાણ તાત્કાલિક આવી સ્થળ નિરીક્ષણ કરતા ગુજરાત મા સૌથી ઝેરી ચાર જેટલા સાપ છે, અને તેમનો આ એક રસેલ્સ વાઇપર (ખરચિતડ, કામળીઓ, પઇડ.) જે મનુષ્ય ને કરડે અને તેનુ ઝેર માત્ર ત્રણ એમ. એલ. જેટલુ શરીરના પસરી જાઇતો દસ થી પંદર મીનીટ મા જેતે વ્યકિતનુ મોત નિપજે છે. સદર સાપને વનવિભાગ ના કર્મારીઓએ ભારે જહેમત ઉઠાવી જીવતો ઝડપી લીધો હતો, બાદમા જંગલ વિસ્તાર મા છોડવામા આવ્યો હતો.

બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ

[wptube id="1252022"]
Back to top button