NATIONAL

નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ B.Edમાં થશે મોટો ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની ભલામણો હેઠળ કિન્ડરગાર્ટનથી લઈને ધોરણ 12 સુધી શિક્ષકોની ઓછામાં ઓછી લાયકાત પણ નક્કી કરવામાં આવી છે. તેમાં BA-B.Ed, B.Sc-B.Ed અને B.Com-B.Ed નો સમાવેશ થાય છે. હાલમાં શૈક્ષણિક સત્ર 2023-24થી 41 યુનિવર્સિટીઓમાં પાઈલટ પ્રોજેક્ટ હેઠળ ચાર વર્ષનો B.Ed પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આવતા અઠવાડિયે આ નેશનલ કોમન એન્ટ્રેન્સ એક્ઝામ માટે ઓનલાઇન અરજી શરૂ સ્વીકારવાનું શરૂ કરશે. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન માત્ર NEP 2020ની ભલામણો હેઠળ ચાર વર્ષનો B.Ed પ્રોગ્રામ શરૂ કરી રહી છે.
અમુક વર્ષોમાં નવી નેશનલ એજ્યુકેશન પોલિસી ( NEP) 2020ની અસર ધીમે ધીમે ઉચ્ચ શિક્ષણથી લઈને પ્રાથમિક શિક્ષણ સુધી તેનો અમલ થઈ રહ્યો છે. આટલું જ નહીં ટીચિંગ ક્ષેત્રે પણ નવા ફેરફારો થવાના છે. આ ક્રમમાં વર્ષ 2030થી ચાર વર્ષીય બીએડ અથવા ચાર વર્ષીય ઈન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) ડિગ્રી ફરજિયાત બનાવવાની તૈયારી છે.
એન્ટ્રેન્સ એક્ઝામ આપનારા ઉમેદવારોને મેરિટના આધારે કોર્સમાં એડમિશન આપવામાં આવશે. સત્ર 2024-25 થી 4-વર્ષના ઈન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામના પાઈલટ પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. હવે આ નવો બીએડ પ્રોગ્રામ નવા એજ્યુકેશન મોડલ મુજબ બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ યુનિવર્સિટીઓમાં ફેકલ્ટી પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. યુજીસીએ કેન્દ્રીય યુનિવર્સિટી ફેકલ્ટી રિક્રૂટમેન્ટ પોર્ટલ CU-Chayan લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી યુનિવર્સિટીમાં પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ફેકલ્ટી પદો પર સરળાથી અરજી કરવાનો રસ્તો સરળ થઈ જશે.

[wptube id="1252022"]
Back to top button