NATIONAL

આરોપ લગાવનાર સગીર યુવતીની ઓળખ કોણે અને કેમ જાહેર કરી? DCW ચીફનું DCPને સમન્સ

દિલ્હી મહિલા આયોગ (DCW)ના વડા સ્વાતિ માલીવાલે બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મૂકનાર સગીર બાળકીની ઓળખના ખુલાસાના સંબંધમાં ડીસીપી, નવી દિલ્હીને સમન્સ જારી કર્યા છે. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા, એક વ્યક્તિ જે પોતાને સગીર બાળકીનો કાકા જણાવીને તેના સંબંધિત દસ્તાવેજો પ્રેસની સામે મૂક્યા હતા. જેમાં વ્યક્તિએ દાવો કર્યો હતો કે, આરોપ લગાવનારી યુવતી સગીર નથી.

આ અંગે સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને કહ્યું છે કે, “એક વ્યક્તિ જે સગીર બાળકીના કાકા હોવાનો દાવો કરી રહ્યો છે તેણે કાગળો પ્રેસમાં દેખાયા હતા જેમાં છોકરીની ઓળખ છતી થઈ હતી. હું પોલીસને નોટિસ આપી રહી છું, કે આ વ્યક્તિ વિરુદ્વ POCSOમાં FIR થવી જોઈએ.”

સ્વાતિ માલીવાલે સવાલ કર્યો કે, તો શું પીડિતા પર દબાણ લાવી શકાય એટલા માટે બ્રિજ ભૂષણને મુક્ત કરવામાં આવ્યો છે?

[wptube id="1252022"]
Back to top button