
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ ૨૦૨૩માં લેવાયેલી એચ.એસ.સી બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થતાં જંબુસર કેન્દ્રનું ૬૬.૪૦ ટકા પરિણામ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓમાં કહીં ખુશી , કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.
” અત્રે ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી એચ.એસ.સી બોર્ડનું પરિણામ જાહેર થાય છે તેમાં છોકરીઓ જ અગ્રેસર રહે છે. આજરોજ જાહેર થયેલ પરિણામમાં પણ છોકરીઓ જ મેદાન મારી ગઈ છે. સાર્વજનિક હાઇસ્કુલ કાવીની વિદ્યાર્થીની વ્હાલુંવાલા જુવેરીયા બદરૂદ્દીને ૮૯.૨૮ ટકા ગુણ મેળવી કેન્દ્રમાં પ્રથમ આવી છે. ”
પ્રાપ્ત માહિતી અનુસાર નવયુગ વિદ્યાલય જંબુસરનું ૮૮.૮૬ ટકા શાળાનું પરિણામ જાહેર થયું છે જેમાં પ્રથમ ક્રમે પંચાલ હિતેન હરેશે ૮૮.૮૬ ટકા જ્યારે દ્વિતીય ક્રમે પાટણવાડીયા અમીશાબેને ૮૨.૫૭ ટકા ગુણ મેળવ્યા છે. મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે પટેલ ફાતિમા જુબેરભાઈએ ૮૪.૨૭ ટકા જ્યારે દ્વિતીય ક્રમે પટેલ હલીમા મ. હનીફે ૮૨.૧૩ ટકા અને પટેલ લુબ્ના સિકંદરે ૭૯.૫૩ ટકા ગુણ મેળવી તૃતીય ક્રમ મેળવ્યો છે. આદર્શ ગર્લ્સ હાઈસ્કુલમાં પ્રથમ ક્રમે શેખ સાનિયા આ. સાજીદે ૮૬.૭૧ ટકા ગુણ તેમજ દ્વિતીય ક્રમે શેખ રૂહીજા આશીફે ૮૬.૨૮ ટકા તેમજ શેખ મુબસ્સીરા માજીદ તેમજ દોલા હુમેરાએ ૮૪.૮૫ ટકા ગુણ મેળવી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. એસ એન્ડ આઈસી નગરપાલિકા હાઇસ્કુલનું ૧૯.૪ ટકા શાળાનું પરિણામ જેમાં પ્રથમ ક્રમે ભાલીયા હિરલબેન ચીમનભાઈએ ૬૮.૧૪ ટકા તેમજ બાલાવાલા શાહીન હારુને ૬૧.૧૪ ટકા સાથે દ્વિતીય ક્રમ તેમજ રબારી વૈષ્ણવી ગોપાલે ૫૮ ટકા ગુણ સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. સાર્વજનિક હાઇસ્કુલ કાવીમા઼ં પ્રથમ ક્રમે વ્હાલુંવાલા જુવેરીયા બદરૂદ્દીને ૮૯.૨૮ ટકા ગુણ મેળવી શાળામાં તેમજ જંબુસર કેન્દ્રમાં પ્રથમ આવેલ છે. જ્યારે દ્વિતીય ક્રમે સાફુરજી શબાના ઈકબાલે ૮૧.૫૭ ટકા તેમજ રોજમીના શબ્બીરે ૭૮.૭૫ ટકા ગુણ મેળવી તૃતીય ક્રમ જાળવી રાખ્યો છે. દેવલા હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે પટેલ લુબ્ના હુસેને ૭૧.૧૪ ટકા તેમજ હકીમ ફાતિમાએ ૭૦.૪૩ ટકા સાથે દ્વિતીય ક્રમ તેમજ શેઠ સઈમા સાજીદે ૬૮.૨૯ ટકા સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ભડકોદરા હાઈસ્કૂલમાં પટેલ ફાતીમાં ઇરફાને ૭૮ ટકા સાથે પ્રથમ ક્રમ તેમજ પટેલ અસ્ફિયા મ.હનિફે ૭૭.૭૨ ટકા તેમજ પટેલ સુલતાન મેહબુબે ૭૬.૧૪ ટકા સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. સારોદ હાઇસ્કુલમાં પ્રથમ ક્રમે પટેલ સમા સરફરાજે ૮૨.૫૭ ટકા તેમજ પટેલ અસદ અબ્બાસે ૭૮.૪૩ ટકા સાથે દ્વિતીય ક્રમ તેમજ ભા અફીફા ઐયુબે ૭૭.૧૪ ટકા સાથે તૃતીય ક્રમ જાળવી રાખ્યો છે. ટંકારી બંદર શાળામાં પ્રથમ ક્રમે મકવાણા લક્ષ્મીબેન રતનસંગે ૭૩ ટકા તેમજ પટેલ સિહાબ સિરાજે ૭૦.૪૨ ટકા સાથે દ્વિતીય તેમજ પટેલ સપના કરશને ૬૯.૨૮ ટકા સાથે તૃતીય ક્રમ મેળવ્યો છે. જંત્રાણ હાઇસ્કુલમાં પ્રથમ ક્રમે યાદવ ક્રિષ્ના હસમુખે ૮૭.૫૭ ટકા તેમજ ભીલાલા ની લેશે ૮૩.૫૭ ટકા સાથે દ્વિતીય અને યાદવ હીનાબેન રાજેન્દ્રસિંહ ૭૯.૮૫ તકા સાથે તૃતીય ક્રમ જાળવી રાખ્યો છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





