તલાટી કમ મંત્રી રેવન્યુ રેકર્ડ તેમજ નાણાકીય રેકર્ડ ગુમ કરી દેતા સસ્પેન્ડ

તલાટી કમ મંત્રી રેવન્યુ રેકર્ડ તેમજ નાણાકીય રેકર્ડ ગુમ કરી દેતા સસ્પેન્ડ
ગ્રામપંચાયતમાં તલાટીમંત્રી ની જવાબદારી બહુ ગંભીર હોય છે પરંતુ હાલમાં ભ્ર્ષ્ટચાર એટલો બધો વધી ગયો છે કે તમામ ભ્રષ્ટ અધિકારીને રૂપિયા સિવાય કશું દેખાતું જ નથી ગ્રામ્યવિસ્તારમાં તલાટી ની મહત્વની ભૂમિકા હોય છે તમામ રેકોર્ડ સાચવવીને રાખવાના હોય છે પરંતુ એક તલાટી દ્વારા અગત્યના રેકોર્ડ કોઈપણ ઇરાદે ગુમ કરાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

મોરબીના ઘુનડા સજ્જનપર ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાની હળવદ તાલુકાના વેગડવાવ ગામે બદલી કરવામાં આવ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા તાત્કાલિક ચાર્જ છોડી ઘુનડા ગ્રુપનું રેકર્ડ નવા તલાટીને સોંપી આપવા હુકમ કર્યો હતો.જો કે, ઘુનડા ગ્રુપ તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાએ ટીડીઓના આદેશ છતાં રેકર્ડ ન સોંપવાની સાથે નાણાકીય ગેરરીતિ કર્યાનું બહાર આવતા આ મામલે મોરબી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ દ્વારા તલાટી કમ મંત્રી એલ.એ.ઠોરિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી માળીયા ખાતે સસ્પેન્સન દરમિયાન હાજરી પુરાવવા હુકમ કર્યો હતો. તેમજ ડીડીઓ જાડેજાએ મોરબી ટીડીઓને તલાટી સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે









