શિનોર APMC ની 16 બેઠકો પૈકી 11 બેઠકો પર ભાજપ પેરિત પેનલની ભવ્ય જીત થતાં ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર


શિનોર APMC ની ખેડૂત વિભાગની 10 ,સહકારી ખરીદ વેચાણ સંઘની 2 અને વેપારી વિભાગની 4 મળી કુલ 16 બેઠકો માટે ગતરોજ સાધલી APMC ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 98 ટકા જેટલું જંગી મતદાન થવા પામ્યું હતું.જે મતદાન નું આજરોજ સાધલી APMC ખાતે ચૂંટણી અધિકારી નીલમ ચાવડા ની ઉપસ્થિતિમાં મત ગણતરી યોજાઈ હતી.જેમાં ભાજપ પેરિત ખેડૂત હિતરક્ષક પેનલના 11 અને પરિશ્રમ પેનલના 5 ઉમેદવારોની ભવ્ય જીત થવા પામી હતી.જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પૈકી 5 બેઠકો પર ભાજપ પેરિત પેનલ ની જીત થવા પામી હતી.જ્યારે 5 બેઠકો પર પરિશ્રમ પેનલ ની જીત થવા પામી હતી.આ ઉપરાંત વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ વેચાણ સંઘ મંડળીની બે બેઠકો પર ભાજપ પેરિત પેનલની ભવ્ય જીત થવા પામી હતી.
શિનોર APMC ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાતાં ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.
ફૈઝ ખત્રી..શિનોર





