MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર શિક્ષણ વિભાગમાં ૫૩ લાખનું કોભાંડ: D.D.Oએ સ્વીકાર્યું..

વાંકાનેર તાલુકામાં શિષ્યવૃત્તિ અને અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાનો મામલો ખુબ ગાજ્યો હોય જેમાં તપાસ પણ કરવામાં આવી હતી જે તપાસને પગલે રૂપિયા ૫૩ લાખનું કોભાંડ થયાનું ડીડીઓએ સ્વીકાર્યું હતું તેમજ અન્ય વિભાગોમાં પણ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું

વાંકાનેર શિક્ષણ વિભાગના શિષ્યવૃત્તિ કોભાંડમાં તપાસ કરવામાં આવી રહી હોય જે મામલે જીલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજાએ આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે તપાસ સમિતિ દ્વારા સમગ્ર કોભાંડની તપાસ કરતા રૂ ૫૩ લાખનું કોભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ ૩૦ લાખની રીકવરી કરવામાં આવી છે એટલું જ નહિ અન્ય વિભાગમાં પણ કોઈ કોભાંડ આચરવામાં આવ્યું છે કે નહિ તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉમેર્યું હતું

[wptube id="1252022"]
Back to top button