
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરાઈ.

લુણાવાડા કોટેજ હોસ્પિટલ મા અને કિશોરીઓ ને સામાજિક કાર્યકર સોનલ પંડ્યા દ્વારા સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા હતા .સોનલ પંડ્યા એ જણાવ્યું હતું કે અત્યારે આપણે સૌ એકવીસ મી સદી મા જીવી રહ્યા છીએ છતાં પણ માસિક સ્ત્રાવ વિશે ખુલી ને મુક્ત મને વાત કરવામાં આવતી નથી માસિકસ્ત્રાવ એ મહિલા ઓ સાથે ત્રીસ પાંત્રીસ વર્ષ સાથે રહેતો સાથી જ કહી શકાય .એના વિશે જાગૃતતા પણ લાવવાની જરૂર છે.અને periods મા હોઈએ ત્યારે જે ગેરમાન્યતાઓ છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. કિશોરીઓ સાથે માસિકસ્ત્રાવ વિશે ખુલી ને ચર્ચા કરવામાં આવી હતી. આ દિવસો ને માસિકઉત્સવ ની જેમ ઉજવવાની જરૂર છે. સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગરના કેન્દ્ર સંચાલક:- દીપિકા બેન હાજર રહ્યા હતા જેમણે મહિલાઓને હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને એકજ છત નીચે તમામ સમસ્યાનું સમાધાન .. સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી હતી








