
સમાજનુ પરીચય આપતી પુસ્તીકાનુ ટ્રસ્ટીઓ દ્રારા વિમોચન કરાયુ સમૂહભોજન, પુસ્તક વિમોચન , સન્માન સમારોહ ના કાયઁક્રમ યોજાયો
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્રારા ત્રીવીધ કાયઁક્રમ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ જેમા સમાજના ભામાશા એવા સ્વ. રમણીકભાઇ ટાંક ના પરીવાર દ્રારા સમૂહભોજનના દાતા તેમજ અન્ય ભામાશા સ્વ. પોપટભાઇ ચોટલીયાના પરીવાર દ્રારા પુસ્તક પ્રકાશિતના દાતા રહ્યા હતા . જેમનુ સમાજના ટ્રસ્ટીઓ દ્રારા સાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ . આ તકે સમાજના ટ્રસ્ટીઓમા વિઠલભાઇ પરમાર, મુકેશભાઈ ટાંક , મિતેષ પરમાર, કિશન રાઠોડ , શૈલેષ પરમાર, છગન જાદવ , હિતેષ રાઠોડ તેમજ સમાજના પ્રમુખ પ્રવિણ કાચા તથા શ્યામ યુવક મંડળ , શ્યામ મહીલા મંડળ સહીત સમાજના પૂર્વ પ્રમુખો અને ભાઇઓ બહેનોની ઉપસ્થિતી રહી હતી . સમગ્ર કાયઁક્રમ નુ સફળ સ્ટેજ સંચાલન શૈલેષ પરમાર તથા રવી અજાગીયા દ્રારા કરવામા આવેલ હતુ . સમાજમા શિક્ષણ, સંગઠન અને સેવાનો વ્યાપ વધે તે માટે ટ્રસ્ટી મિતેષ પરમાર , શૈલેષ પરમાર, પ્રવિણ કાચા તેમજ અગ્રણી કિશોર જાદવ દ્રારા માગઁદશઁન આપવામા આવેલ હતુ . કાયઁક્રમ ના અંતે દિપકભાઇ ટાંક તથા હરેશભાઇ ચોટલીયાએ ઉપસ્થિત જનમેદનીનો આભાર વ્યક્ત કરેલ હતો .
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










