BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ : “બે ટીપાં દરેક વાર બાળકની લઈએ દરકાર” અંતગર્ત પોલીયો રવિવારની ઉજવણી કરવામાં આવી.

વિશ્વમાંથી પોલીયો રોગ નાબુદ કરવા માટે સંપૂર્ણ ભારત દેશમાં તારીખ 28/05/2023 ને રવિવારના રોજ પોલીયો વેકસીનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નેત્રંગ તાલુકામાં પણ પોલીયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.

નેત્રંગ તાલુકામાં આશરે ૧૧,૫૭૯ બાળકોને પ્રથમ દિવસે ૬૦ પોલીયોના બુથ ઉપર તેમજ ૭૦ ટીમો દ્વારા તાલુકામાં 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી પોલીયો રોગ સામે લડત આપવામાં આવી.

તાલુકાના તમામ નાગરિકોને પોતાનાં ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલીયોનાં બે ટીપાં પીવડાવી રાષ્ટ્રને પોલીયો મુકત બનાવવાનાં અભિયાનમાં સહભાગી થવા મુખ્ય તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ

 

[wptube id="1252022"]
Back to top button