
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
લગ્ન બાદ સાસરી માં ત્રાસ આપતા ભાગીને પિયર માં આવતા પિયરે પણ સાસરી માં જવા દબાણ કરતા યુવતી એ મહીસાગર 181 મહિલા હેલ્પ લાઇન ની મદદ માંગી.

મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકા ની એક યુવતી ને લગ્ન ના 10 દિવસ બાદ સાસરી માં માનસિક ત્રાસ આપતા હોય. પતિ પણ યુવતી ની ઈચ્છા મુજબ જબરજસ્તી કરતો હોય જો યુવતી ના પાડતા યુવતી ને બંધ રૂમ માં પૂરી રાખતો હોય. જેમાં એક દિવસ યુવતી ને મોકો મળતા ઘરે થી ભાગી આમતેમ કરી પિયરે આવી ગયી. પિયર માં બે ત્રણ દિવસ બાદ યુવતી એ જણાવ્યું કે મને ઘણો ત્રાસ આપે છે જેથી મારે નથી જવું. પિયરે જણાવેલ કે લગ્ન બાદ દીકરી સાસરી માં શોભે તેથી તારે ત્યાં જ રેવું પડશે અહીં નહિ રેવાય. પિયરે પણ રોજ સાસરી માં જવા દબાણ કરતા હોય જેથી યુવતી ને સુ કરવું ને સુ ન કરવું તે સમજાતું ન હોય અને પિયર m પણ રાખવાની ના પાડતા હોય જેથી ક્યાં જવું . જેથી યુવતી ને મહિલા હેલ્પ લાઈન માં ફોન કરી ને મદદ માગેલ. મહીસાગર મહિલા હેલ્પ લાઈન ઘટના સ્થળ પર પહોંચી યુવતી નો પ્રોબ્લેમ સમજી પિયર માં પરિવાર નું કાઉન્સિલિંગ કરેલ . કાયદાકીય માહિતી આપી સમજાવેલ અને યુવતી ને કોઈ દબાણ નહિ કરે અને પિયર માં શાંતી થી રેવા દેવી . આમ પિયર એ પણ પોતાની ભૂલ સ્વીકારી યુવતી ને ઘરે રાખવા ની બાહેધરી આપેલ.આમ રાજ્ય સરકાર ની મહિલા ઓ માટે વરદાન રૂપ છે.








