GONDALRAJKOT

ગોંડલ ખાતે “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫” હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

તા.૨૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ કાર્યરત રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની મામલતદાર કચેરી ખાતે “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમીનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ થી વધુ મહિલાઓ સહભાગી થયા હતા.

આ સેમિનારમાં રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાની તમામ માહિતી આપી હતી. આ તકે એડવોકેટશ્રી તરલિકાબેન વ્યાસે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અને પેનલ એડવોકેટ અંગે કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. ફિલ્ડ ઓફિસરશ્રી રૂપેશભાઈ બસિયાએ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડની “મહિલા આર્થિક સ્વાવલંબન” યોજનાના ફોર્મ વિતરણ કરીને ઉપસ્થિત મહિલાઓને યોજના અંગે માહિતગાર કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button