ARAVALLIMODASA

બંટી બબલીની કળા : મોડાસામાં જવેલર્સની દુકાનમાં સ્ટાફની નજર ચૂકવી 1.28 લાખની બે અસલી વીંટીની જગ્યાએ નકલી વીંટી મૂકી દીધી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

બંટી બબલીની કળા : મોડાસામાં જવેલર્સની દુકાનમાં સ્ટાફની નજર ચૂકવી 1.28 લાખની બે અસલી વીંટીની જગ્યાએ નકલી વીંટી મૂકી દીધી

મોડાસા શહેરમાં બંટી-બબલીની ગેંગ સક્રિય થતા જવેલર્સ માં ફફડાટ ફેલાયો છે બંટી-બબલી સગીરા સાથે જવેલર્સના શો-રૂમમાં પહોંચી વીંટી ખરીદી કરી અન્ય વીંટી જોવા માંગી સ્ટાફની નજર ચૂકવી સાથે રહેલી સગીરાએ 1.28 લાખની બે સોનાની વીંટી સેરવી લઇ તેની જગ્યાએ બે નકલી વીંટી મૂકી સિફતપૂર્વક ચોરી કરી રફુચક્કર થતા જવેલર્સે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંટી-બબલી અને સગીરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મોડાસા શહેરના મુખ્ય બજારમાં આવેલ સોની સુભાષચંદ્ર દ્વારકાદાસ જ્વેલર્સ નામની દુકાનમાં બંટી-બબલી એક સગીરા સાથે પહોંચી સોનલબેન.એસ.પરમારના નામે રૂ.14600/- ની વીંટી ખરીદી વધુ વીંટી જોવા માંગતા શો રૂમના મેનેજરે વીંટી બતાવતા બંટી બબલી ગેંગ સાથે રહેલી સગીરાએ 1.28 લાખની બે સોનાની વીંટી સેરવી લીધી હતી
અને તેની જગ્યાએ બે નકલી વીંટી મૂકી દઈ ત્રણે રફુચક્કર થઇ ગયા હતા બીજા દિવસે સ્ટોકની ગણતરી કરતા બે વીંટી ટેગ માર્ક વગરની જોવા મળતા સ્ટાફ ચોકી ઉઠ્યો હતો અને સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચેક કરતા બંટી બબલી ગેંગ સાથે રહેલી સગીરા બંને વીંટી સરકાવી લેતી કેમેરામાં કેદ થતા સ્ટાફે બહાર ફરવા ગયા હોવાથી જાણ કરતા પરત ફર્યા હતા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જીગરકુમાર સુભાષચંદ્ર સોનીએ 1.28 લાખની કિંમતની સોનાની બે વિંટીની ઉઠાંતરી કરનાર મહિલા-પુરુષ અને સગીરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

[wptube id="1252022"]
Back to top button