
(રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર )
ટંકારા: માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીણામમાં જ્ઞાનદિપ વિદ્યાલય-હડમતિયાની છાત્રા સિણોજીયા નિધિએ 98.96% પી આર સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
વિરપર ગામના ખેડૂત જયસુખભાઈ સિણોજીયાની પુત્રી નિધિએ ધો.10માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી વિરપર ગામનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. નિધિને શાળાના સંચાલક અતુલ ડી વામજા, હરેશ કે.બારૈયા તથા સ્ટાફ અને પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
[wptube id="1252022"]