DEVBHOOMI DWARKADWARKA
સલાયાના નાગરિકોને સુવ્યવસ્થિત પાણી પુરવઠો મળી રહે તેની કાળજી જાળવવા આપ્યું સૂચન

દેવભૂમિ દ્વારકા તા. ૨૫
જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ આજ રોજ સલાયા ગામની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા આજ રોજ સલાયા ગામની મુલાકાતે ગયા હતાં. આ તકે ચીફ ઓફિસર સાથે પાણીની વિતરણ વ્યવસ્થા જાળવવા અને તમામ નાગરિકોને પાણી વ્યવસ્થિત રીતે મળી રહે તેની કાળજી રાખવા જણાવ્યું હતું.
આ ઉપરાંત નાગરિકોને વધુ સારી રીતે પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે અંગે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી અંગે ચર્ચા કરી હતી.
આ તકે મામલતદારશ્રી પી. એ.ગોહિલ, ચીફ ઓફિસર અમિત પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








