ARAVALLIMEGHRAJ

મેઘરજના બી.ટી છાપરા ગામે પુત્રએ પિતાને ચપ્પા નો ઘા માર્યો ઘાયલ પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ઇસરી પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના બી.ટી છાપરા ગામે પુત્રએ પિતાને ચપ્પા નો ઘા માર્યો ઘાયલ પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, ઇસરી પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

મેઘરજના બી.ટી છાપરા ગામે વ્રુધ્ધ પિતા ઉપર પોતાનાજ પુત્રએ હુમલો કરી ચપ્પુ મારી દેતાં વૃદ્ધ પિતાને ગંભીર ઇજાઓ પહોચી હતી જે ઘટનામાં પિતાએ પુત્ર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી જેમાં ઇસરી પોલીસે ગણતરી ના કલાકોમાં પિતા પર ચાકુના ઘા જીકનાર આરોપી ને ઝડપી પાડ્યો હતો

મેઘરજના બી.ટી છાપરા ગામે ૬૦ વર્ષીય કાન્તિ અમરા નિનામા સોમવાર સવારે ઘરે હાજર હતા તે વખતે મોટો દિકરો રાહુલ ઘરે આવી કાન્તિભાઇને કહેતો હતો કે આ ઘર મારૂ છે તમો બધા ઘર ખાલી કરી જતા રહો અને ઘર છોડીને નહી જાવ તો તમને જીવતા નહી છોડુ તેમ કહી નઠારી ગાળો બોલવા લાગ્યો હતો જેથી કાન્તિભાઇ એ ગાળો બોલવાની ના પાડતાં રાહુલ એકદમ ઉશ્કેરાઇ જઇ કાન્તિભાઇને ચપ્પાના ઘા મારતાં કાન્તિભાઇને ગંભીર ઇજાઓ પહોચતાં ૧૦૮ દ્વારા મોડાસા ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જે ઘટનામાં કાન્તિ નિનામા એ પોતાનાજ પુત્ર રાહુલ કાન્તિ નિનામા રહે.બી.ટી છાપરા તા.મેઘરજ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી

[wptube id="1252022"]
Back to top button