MEHSANAVIJAPUR

વિજાપુર પાલિકા સેનેટરી વિભાગે પકોડીની લારી ઉપરથી આરોગ્યને હાનિકારક જથ્થો નાશ કર્યો

વિજાપુર પાલિકા સેનેટરી વિભાગે પકોડીની લારી ઉપરથી આરોગ્યને હાનિકારક જથ્થો નાશ કર્યો
27 જેટલી લારીઓની તપાસ કરી કુલ રૂપિયા 4800 નો દંડ વસૂલ કર્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલિકાના સેનેટરી વિભાગને ખાનગીમાં બાતમી મળી હતી કે શહેરના પાલિકા હદ વિસ્તારમાં ઊભા રહેતા લારીઓ વાળા લોકો ના આરોગ્ય ને હાનિકારક એવા સડેલા બટાકા તેમજ પડી રહેલું વાસી પાણી નો ઉપયોગ કરી રહયા છે જેને લઈને સેનેટરી અધિકારી મનીષા બેને એ ટીમ વર્ક બનાવીને પકોડીની નોંધાયેલ બિન નોંધાયેલ તમામ લારીઓ ઉપર તપાસ દરમ્યાન કેટલીક લારીઓ ઉપર સડેલા વાસી બટાકા અને ચણા અને આપવામાં આવતું વાસી થઈ ગયેલું પાણી જણાઈ આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને તેને તાકીદ આપી રૂપિયા 500 લેખે દંડ ફટકારવામાં આવ્યો હતો અન્ય લારીઓ વાળાઓ પાલિકા દ્વારા આપવા આવેલ સૂચના ઓ નો પાલન નહીં કરતા જણાયા હતા જેને રૂપિયા 200 લેખે દંડ ફટકારવા માં આવ્યો હતો કુલ 27 જેટલી પકોડીની લારીઓ ની ચેકિંગ કરાયુ હતું અને રૂપિયા 4800 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં ચેકીંગ દરમ્યાન જો કોઈ આરોગ્ય ને હાનિપ્રદ વેચાણ કરતો જણાશે તો તેની સામે કડક રીતે કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું હતુ

[wptube id="1252022"]
Back to top button