BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

નેત્રંગ : ચાર રસ્તા થી પંચાયત સુધીના સી.સી રસ્તા ની કામગીરીમાં સરકારી નીતિનિયમોનો સરેઆમ ભંગ થતા ચર્ચાઓએ જોર પડક્યું

નેત્રંગ નગરમા ચાર રસ્તા થી લઇ ને પંચાયત સેવાસદન સુધીના મુખ્ય સીસી રસ્તા ની છેલ્લા બે દિવસ થી જેતે ઠેકેદાર થકી કામગીરી શરૂ કરવામા આવી છે. ત્યારે સરકારશ્રીએ બનાવેલા નીતિનિયમોનો સરેઆમ ભંગ ઠેકેદાર થકી પ્રથમ દિવસથી કરવામા આવતા અકસ્માત ના બનાવો બને તેવો પ્રજામા ભય સેવાઇ રહ્યો છે.


નેત્રંગ ચાર રસ્તા થી ગ્રામપંચાયત સેવાસદન સુધી રુપિયા સિતેર લાખ ની લાગતથી બનનાર સી.સી રસ્તા ની કામગીરી છેલ્લા બે ત્રણ દિવસ થી જેતે ઠેકેદાર નો ઠેકો રોડ બનાવવા માટે લાગેલ છે. તેણે પોતાની કામગીરી શરૂ તો કરી દીધી છે. પરંતુ સરકારશ્રી બનાવેલા નીતી નિયમોનો સરેઆમ ભંગ પ્રથમ દિવસથી થતો જોવા મળી રહ્યો છે. જેમ કે કામ શરૂ કરતા પહેલા કામની વિગત દશાઁવતુ જાહેર બોડઁ લગાવેલ નથી. ડાયવર્ઝન  બોર્ડ, દિશા સુચક બોડઁ, અને ખાસ સેફટી સાયન બોડઁ લગાવેલ નથી. હાલમા રસ્તા ની શરૂ થયેલી કામગીરીમા જુનો રોડ રસ્તો તોડીને ખોદકામ કરવામા આવી રહ્યુ છે.  ત્યારે રાત્રિના સમયે સેફટી સાયન બોડઁ લાગે નથી જેના કારણે અકસ્માત નો ભય રહેલો છે.

ભરૂચ જીલ્લા પંચાયત માગૅ-મકાન વિભાગ જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપી સરકારશ્રીએ બનાવેલ નીતિ નિયમોનુ પાલન કરાવે તેવી સ્થાનિકોની માંગ.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button