INTERNATIONAL
આગામી મહામારીમાં 2 કરોડ લોકો જીવ ગુમાવી શકે છે કોવિડ-19 મહામારીથી વધુ ધાતક હોઈ શકે છે : WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુ, ટેડ્રોસ અદનોમ ધેબ્રેયસસે એક ચેતવણી બહાર પાડી છે કે વિશ્વએ આગામી મહામારી માટે તૈયાર થવું જોઈએ. જે કોવિડ-19 મહામારીથી વધુ ધાતક હોઈ શકે છે. ડબલ્યુએચઓના પ્રમુખે આ ચેતવણી બહાર પાડીને લોકોની ચિંતા વધારી દીધી છે. ટેડ્રોસે કહ્યું વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમજરન્સી તરીકે કોવિડ-19નો અંત વૈશ્વિક સ્વાસ્થ્ય ખતરાના રૂપમાં કોવિડ-19નો અંત નથી.
ડબલ્યુએચઓના પ્રમુખે 76મી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં પોતાનો રિપોર્ટ રજૂ કરતા આ વાત કહી હતી. WHOના ચીફે કહ્યું કે આવનારા વાયરસથી ઘણા લોકો સંક્રમિત થશે. ડબલ્યુએચઓ અધ્યક્ષે સભામાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કોરોના મહામારીએ આપણી દુનિયાને બદલી નાંખી છે. તેમાં લગભગ 70 લાખ લોકોના મૃત્યુ થયા છે. જોકે આ આંકડા આના કરતા વધુ હોઈ શકે છે. જે લગભગ 2 કરોડની આસપાસ હશે. આ કારણે આપણે તૈયાર રહેવું જોઈએ.

[wptube id="1252022"]









