MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરથી માટેલધામ સુધી ST તંત્ર દ્વારા નવી સ્પેશિયલ બસ ફાળવવામાં આવી

વાંકાનેરથી 17 કિ.મી.ના અંતરે માટેલમાં સુવિખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અનેક યાત્રાધામોની જેમ સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામોની યાદીમાં આવતું આ ધામમાં આજે ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે ભક્તજનો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ છે. હાલ ST તંત્ર દ્વારા વાંકાનેરથી માટેલ યાત્રાધામના રૂટ માટે સ્પેશિયલ નવી બસ ફાળવવામાં આવી છે. જેને પગલે માઇ ભક્તોમાં ઉત્સાહની લાગણી છવાઈ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી 3 દિવસ પૂર્વે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નવી 321 એસટી બસને લીલી ઝંડી આપી તેનું લોકાર્પણ કર્યું હતું. 103 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ બસોમાં 162 મીની બસ, 99 સ્લીપર બસ, 58 લક્ઝરી બસોનો સમાવેશ કરાયો છે. ત્યારે ST દ્વારા આ બસ પૈકી એક બસ સ્પેશિયલ વાંકાનેર-માટેલ રૂટ માટે ફાળવવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, માટેલ યાત્રાધામની ધરામાં મા ખોડિયાર નિવાસ કરે છે જેની રક્ષા એક મગર કરે છે. આ ધરાની ઊંડાઈ માપવા તંત્ર ઘણું મથ્યુ છે પણ તેનો તાગ મેળવી શકાયો નથી. દર મહિનાની પૂનમના દિવસે પોતાની માનતાઓ પૂરી કરવા માટે દેશ વિદેશથી જનમેદની ઉમટી પડે છે, છતાં વાંકાનેરથી સીધા માટેલ યાત્રાધામમાં દર્શન કરવા જવાના રૂટ પર કોઈ બસ ફાળવવામાં આવી ન હતી. જેને પગલે ભક્તજનોને ઢુવા ચોકડી ઉતરવું પડતું હતું.આ બાબતની લેખિત અને મૌખિક રજૂઆત પણ માટેલ ધામ ટ્રસ્ટ દ્વારા અનેક વખત કરવામાં આવી હતી. ત્યારે હાલ ST તંત્ર દ્વારા સ્પેશિયલ બસ ફાળવતા ખુશીનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, માટેલ ધામને આ નવી બસ ફાળવવામાં જયુભા જાડેજાનો મોટો ફાળો રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button