JETPURRAJKOT

માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા સુચના

તા.૨૪ મે

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત સરકારના સામજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિઓના વ્યક્તિઓ સ્વરોજગારી મેળવી, આત્મનિર્ભર બને તેવા હેતુથી માનવ ગરીમા યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ વિવિધ વ્યાવસાયિક સાધનો વિનામુલ્યે આપવામાં આવે છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને નિયમાનુસાર પાત્રતા ધરાવતા નાગરીકો https://esamajkalyan.gujarat.gov.in/ પર વિગતવાર માહિતી મેળવી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઇન અરજી કરી શકશે. મંજુર થયેલ અરજીઓના કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદ થયેલ લાભાર્થીઓને સાધનો આપવામાં આવશે. વિશેષ માહિતી માટે વિકસતી જાતિના જિલ્લા નાયબ નિયામકશ્રી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી નો સંપર્ક કરી શકાશે, તેમ વિકસતી જાતિ કલ્યાણના નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button