NAVSARIVANSADA

વાંસદા તાલુકાના સેવાસદનમાં ભરઉનાળે વોટર કુલરો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ – વાંસદા

વાંસદા તાલુકાના સેવાસદનમાં ભરઉનાળે વોટર કુલરો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. વાંસદા તાલુકાના સેવા સદનમાં 95 ગામના લોકો સરકારી કામ અર્થે દરરોજ આવતા હોય છે. જોકે અહીં ઘણાં સમયથી વોટર કુલરો બંધ હાલતમાં ધૂળ ખાઇ રહ્યાં છે. જેને લઈ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે દરેક માળ પર માત્ર એક-એક પાણીનો જગ મૂકી સંતોષ માની રહ્યું છે. ત્રણ માળના સેવા સદનમાં દરેક માળ પર અલગ અલગ સરકારી ઓફિસો આવેલી છે ત્યારે અહીં આવતા અરજદારો-કર્મચારીઓને ભરઉનાળે પાણી માટે વલખા મારવા પડે છે.

અહીં સરકારી કામો અંગે અરજદારો પાસે ફી વસૂલાતી હોય છે તેવામાં અરજદારોને પીવાના પાણી બાબતે છેલ્લા કેટલાય સમયથી પડતી મુશ્કેલી માટે તંત્ર કેમ આળસ ખંખેરી રહ્યું નથી. મૌખિક રજૂઆત હોય તો કામગીરી કરી શકાતી નથી વોટર કુલર મુકવા બાદ મેઇન્ટેનન્સ કચેરી દ્વારા કરવાનું હોય છે. લેખિત રજૂઆત આવે તો અમે કામગીરી કરાવી દઇએ છીએ. માત્ર મૌખિક રજૂઆત હોય તો અમારા દ્વારા કામગીરી કરી શકાતી નથી. આમ છતાં વોટર કુલર બંધ હાલતમાં છે એ જોવડાવવી લઈએ છીએ.-ભરતભાઇ, R&B ડિવિઝન, ચીખલી

[wptube id="1252022"]
Back to top button