
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બ્રાન્ડેડ તેલ કંપનીના નામના ડુપ્લીકેટ સ્ટીકર લગાવી અન્ય તેલ વેંચતા વેપારી ને અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મોડાસા જીઆઈડીસી માંથી ઝડપી લેવામાં આવ્યો હતો.

વીઓ:-મોડાસા જીઆઈડીસી વિસ્તાર માં આવેલી લક્ષ્મી પ્રોટીન્સ નામની તેલ બનાવતી ફેક્ટરીમાં એસઓજી પીઆઇ સી એફ રાઠોડ અને તેમની ટીમે બાતમી આધારે રેડ કરી હતી.રેડ દરમિયાન તેલના જુના ડબામાં અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના માર્કl ના સ્ટીકર તેમજ બુચનો ઉપયોગ કરી વેચાણ કરતા વેપારી ને ઝડપી લેવાયો હતો પોલીસે તિરૂપતિ કપાસિયા તેલ ના ડુપ્લીકેટ 36 સ્ટીકર,38 નંગ બુચ તેમજ 15 કિલો તેલ ભરેલા આઠ ડબ્બા સહીત કુલ રૂપિયા 18816 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ બનાવમાં એસઓજી પીઆઇ સીએફ રાઠોડ઼ે કોપીરાઈટ એક્ટ ની કલમ 63,64 મુજબ મોડાસા ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો જયારે પોલીસે મોડાસા બસસ્ટેશન નજીક ની લક્ષ્મીકુંજ સોસાયટી માં રહેતા અમિત કુમાર કિશનલાલ શાહ ની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી








