વાંકાનેરની કો ઓપરેટીવ સોસાયટીની જમીન મુસ્લિમ ટ્રસ્ટને આપી દેતા વિવાદ -જમીન ટ્રસ્ટને પાણીના ભાવે આપી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યા..

વાંકાનેરની કો ઓપરેટીવ સોસાયટીની જમીન મુસ્લિમ ટ્રસ્ટને આપી દેતા વિવાદ -જમીન ટ્રસ્ટને પાણીના ભાવે આપી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યા..
વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં સમસ્ત હિંદુ સંગઠન વાંકાનેરના લોહાણા મહાજન, સ્વ.. હંસગીરી જીવણગીરી ગૌસ્વામી ટ્રસ્ટ-વાંકાનેર, ભારતીય કિશાન સંઘ, સમસ્ત હિન્દૂ સમાજ વાંકાનેર, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ દ્વારા કલેકટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ના થાય તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે
વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટી લી. ને જીન પ્રોસેસિંગ અને ઓઈલ મિલ બનાવવા માટે ફાળવેલ હતી જે જમીન હ.બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટને હોસ્પિટલ બનાવવા ખરીદ કરવા મંજુરી હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આજે સમસ્ત હિંદુ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું
જેમાં આ જમીન ટ્રસ્ટને પાણીના ભાવે આપી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ના થાય તે માટે તાત્કાલિક કલેકટર પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી આવેદ્દ્નપત્ર પાઠવીને દસ્તાવેજ નોંધણી થાય તે પૂર્વે પ્રક્રિયા અટકાવવા માંગ કરી હતી