BHARUCHNETRANG

નેત્રંગ : કવચીયા ગામે ઘરમાં ભીષણ આગથી ભારે દોડઘામ, ધારાસભ્યે રૂ.૨૧,૦૦૦ સહાય આપી

 

નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કવચીયા ગામના મંજુલાબેન નવલભાઇ વસાવા ખેતીકામ કરીને ઘરગુજરાન ચલાવે છે.સવારના સમયે નિત્યક્રમ મુજબ ખેતરમાં ખેતીકામ કરવા માટે રવાના થઇ ગયા બાદ એકાએક ઘરમાં અગમ્યા કારણોસર આગ લાગી હતી.ઘરની બાજુમાં જ રહેતા હિતેશભાઈ ચૌધરીને આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ અનય ગ્રામજનો સાથે આગની કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધયૉ હતા.પરંતુ આગની ઝપેટમાં અનાજ-કપડા અને ઘાસચારો સહિત ઘરવકરી-જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ જતાં ભારે નુકસાન પહોંચ્યું હતું.ઘરમાં આગ લાગ્યાની ઘટનાની જાણ મંજુલાબેન વસાવાને થતાં કાળી મજુરી કરીને ઉભી કરેલી મિલકત બળીને ખાખ થઇ જતાં પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી.કોઇ જાનહાની ઘટના નહીં બનતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

ઉલ્લેખનીય છે કે,ઘરમાં આગ લાગવાની ઘટનાની જાણ ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને થતાં તાત્કાલીક કવચીયા ગામે પહોંચી ઘટનાસ્થળ અને પીડીત પરીવારની મુલાકાત કરી રૂ.૨૧,૦૦૦ આથિઁક સહાય આપી હતી.નેત્રંગ તાલુકાભરમાં છાશવારે ઘરમાં શોર્ટ-સક્રિટ કે અન્યકારણોસર આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવે છે.ઘરવકરી-જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ જાય છે.તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે નેત્રંગમાં ફાયર-બ્રિગેડ સુવિધા આપવાની લોકમાંગ ઉઠી છે.

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

[wptube id="1252022"]
Back to top button