વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓએ હાજર રહેવા જણાવવામાં આવે છે
ઈ.એમ.ઈ સ્કૂલ વડોદરા ખાતે તા. ૨૫ અને ૨૬ મે ૨૦૨૩ ના રોજ સ્પર્શ આઉટરીચ પ્રોગ્રામ (SPARSH OUTREACH PROGRAMME) યોજાનાર છે
પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને જણાવવામાં આવે છે કે ઈ.એમ.ઈ સ્કૂલ વડોદરા ખાતે તા. ૨૫ અને ૨૬ મે ૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી સ્પર્શ આઉટરીચ પ્રોગ્રામ (SPARSH OUTREACH PROGRAMME) યોજાનાર છે જેમાં સ્પર્શ, રોજગાર, પેન્શન ફરીયાદ અને બીજા કલ્યાણકારી મુદ્દાઓ બાબતે PCDA(Pen), Prayagraj, વિવિધ રેકોર્ડ્સ કચેરીઓ અને વેટરન્સ સેલ સ્ટેશન હેડક્વાટર્સ વડોદરાના સ્ટાફ તરફથી માર્ગદર્શન આપવામાં આવશે
આથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને સ્વખર્ચે સમયસર હાજર રહેવા જણાવવામાં આવે છે.જેથી કરીને વધુમાં વધુ લોકો તેનો લાભ મેળવી શકે. વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી પંચમહાલ(ગોધરા) નો ટેલીફોન નં ૦૨૬૭૨ ૨૪૦૫૮૦ પર સંપર્ક કરવો.








