
દેશમાં ટ્રાફિકના નિયમોને સુધારવા માટે સરકાર સતત નવા નવા ફેરફાર કરી રહી છે. આમ જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી ઘણા નિયમોના ફેરફાર કરવામાં આવ્યો છે. અને તેથી પણ નિયમોને કડક બનાવવા માટે દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે. પરંતુ હવે નવો સુધારો આવ્યો છે કે જેમા પહેલા ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેરેલુ હોય તો મેમો નહોતા ફાડતા પરંતુ હવે તમે હેલમેટ પહેરેલુ હશે તો પણ ટ્રાફિક પોલીસ મેમો આપી શકે છે.
ખરેખર મોટર વ્હીકલ અધિનિયમ 1988 માં એક નવો નિયમ જોડવામાં આવ્યો છે જેમા ટ્રાફિક પોલીસ હેલમેટ બરાબર ન પહેરવા પર મેમો આપી શકે છે. સામાન્ય ભાષામાં સમજીએ તો તમે હેલમેટ પહેરેલુ હશે પરંતુ તેને બરોબર રીતે પહેરેલુ નહી હોય તો તમારા બાઈકનો મેમો ફાડવામાં આવશે. તો આવો જાણીએ કે આખરે શું ફેરફાર કરવામાં આવ્યા છે.
જો તમે બાઈક ચલાવતી વખતે હેલમેટ પહેર્યુ છે પરંતુ માત્ર ઔપચારિક રુપે એટલે કે તમે હેલમેટ પહેર્યુ છે પરંતુ અડધુ લટકતુ હશે, અથવા હેલમેટનો બેલ્ટ બરોબર ફીટ નહી બાંધ્યો હોય તો પણ તેના પર ચલણ બનાવવામાં આવશે. માથા પર હેલમેટ પહેર્યા પછી તેનો બેલ્ટ ફીટ કરવો જરુરી છે જો આ રીતે નહી હોય તો પોલીસ મેમો આપી શકે છે.
રાષ્ટ્રિય માર્ગ પરિવહન દ્વારા કાયદાને કડક બનાવવા માટે અને માર્ગ અકસ્માતની ઘટના રોકવા માટે વિવિધ પગલા ભરી રહી છે. જેમા મોટર વાહન અધિનિયમ 1988 મા નવા નિયમો જોડવામાં આવ્યા છે. આ નવા નિયમ પ્રમાણે જો તમે હેલમેટ પહેર્યુ હશે પરંતુ તે ડુપ્લીકેટ અથવા ISI માર્કા વગરનું હશે તો તેના પર 1000 સુધીનો દંડ ભરવો પડશે. અને જો તેમા પણ હવે તમે હેલમેટ નહી પહેર્યુ હોય તો 2000 સુધીનો દંડ ભરવો પડશે.










