ENTERTAINMENT

પ્રખ્યાત બંગાળી અભિનેત્રી Suchandra Dasguptaનું અવસાન

બંગાળી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી એક દુ:ખદ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાન અભિનેત્રી Suchandra Dasguptaએ ફાની દૂનિયાને અલવિદા કહી દીધું છે. માર્ગ અકસ્માતમાં તેનું અવસાન થયું છે. અભિનેત્રીના પરિવારજનોને તેના મોતનો ભારે આઘાત લાગ્યો છે. અભિનેત્રીના મોતના સમાચારથી તેના ચાહકોનું દિલ પણ તૂટી ગયું છે.

જાણકારી અનુસાર સુચંદ્રા શૂટિંગથી ઘરે જઈ રહી હતી. ઘરે આવવા માટે તેણે એપથી બાઈક બુક કરી હતી. પરંતુ રસ્તામાં એક સાઈકલસવાર વ્યક્તિ રોડ પસાર કરી રહ્યો હતો, જે અચાનક વચ્ચે આવી ગયો. બાઈક ડ્રાઈવરે અચાનક બ્રેક મારી તો એક લારીએ બાઈકને પાછળથી ટક્કર મારી દીધી.

ટક્કર વાગવા પર 29 વર્ષીય અભિનેત્રી સુચંદ્રા બાઈકથી નીચે પડી ગઈ અને પાછળ આવતી ટ્રકે તેને કચડી નાખી. ઘટનાસ્થળ પર જ અભિનેત્રીનું અવસાન થઈ ગયું. આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. થોડા સમય માટે વાહનોની અવરજવર પણ ખોરવાઈ ગઈ હતી.

બારાનગર પોલીસે અકસ્માત સ્થળ પર પહોંચી પરિસ્થિતિને સામાન્ય બનાવી હતી. પોલીસે ટ્રક કબજે કરી ટ્રક ચાલકને પણ કસ્ટડીમાં લીધો છે. અભિનેત્રીના નિધનથી બંગાળી ફિલ્મ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

[wptube id="1252022"]
Back to top button