
તા.૨૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે નિયામકશ્રી આર.એસ. ઠુંમરની અધ્યક્ષતામાં અમૃત સરોવરો અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ કાર્યરત મિશન અમૃત સરોવરના ઉદ્દેશ વિશે જનજાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓ બાબતે પંચાયત પ્રતિનિધિઓ અને પંચાયત અધિકારીઓને સૂચનો અપાયા હતાં.

તેમજ અમૃત સરોવરોના સુશોભનની કામગીરી અને અમૃત સરોવર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની તાલીમ અપાઈ હતી. સેમિનારના અંતે સૌએ સહભાગિતાની ખાતરી આપી હતી. આ તકે નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરશ્રી સંજયકુમાર ગામી, મનરેગા ટેકનિકલ મદદનીશશ્રી ભક્તિબેન કાસુન્દ્રા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]








