
વિજાપુર તાલુકામાં રૂપિયા 2000 ની નોટ બંધ થવા ને મુદ્દે સામાન્ય વેપારીઓ માં નહિવત અસર 

મોટી લેવડ દેવડ ધરાવતા વેપારીઓને ચિંતા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સામાન્ય વેપાર કરતા વેપારીઓ માં સરકાર દ્વારા રૂપિયા 2000 ની નોટો બંધ થવા ને મુદ્દે નહિવત અસર જણાઈ છે જ્યારે મોટી લેવડ દેવડ ધરાવતા વેપારીઓ બિલ્ડરો ને રૂપિયા 2000 ની નોટબંધી ની અસર ને લઈને ચિંતા માં જણાયા હતા જોકે સામાન્ય વેપાર કરતા વેપારીઓ ને રૂપિયા 2000 ની નોટો સરકાર દ્વારા પહેલા થી ધીમે ધીમે ખેંચી લેતા હાલમાં વેપાર કરતા વેપારીઓ માં રૂપિયા 2000 નોટબંધી ની સામાન્ય અસર બજાર માં વર્તાઈ છે આ અંગે ખેડૂત વેપારી ના જણાવ્યા મુજબ સરકાર દ્વારા હાલમાં રૂપિયા 2000 ની નોટબંધી માટે લોકોને સમય આપ્યો છે જેમાં હાલમાં સામાન્ય વેપારીઓ રૂપિયા 2000 ની નોટ ધીમે ધીમે બેન્ક માં જમા કરાવી દીધી છે પરંતુ હજુ સરકાર દ્વારા સમય આપવા માં આવ્યો તો બાકીની પણ નોટો જમા થઇ જશે પરંતુ મોટી લેવડ દેવડ કરતા વેપારીઓ બિલ્ડર માં રૂપિયા 2000 ની નોટો બંધ થતાં ચિંતા વર્તાઈ છે બાકી બજારમાં તેની હાલ માં સામાન્ય નહિવત અસર વર્તાઈ છે





