
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
સમગ્ર ગુજરાત માં મિશન લાઇફ-૨૦૨૩ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ વન વિભાગોમાં તા.૦૫/૦૫/૨૦૨૩ થી તા.૦૫/૦૬/૨૦૨૩ દરમ્યાન વિવિધ કાર્યક્રમો જેવાકે સ્વચ્છતા અભિયાન,કિશાન શિબીર,વન જાગૃતિ અંગે સેમીનાર,વૃક્ષા રોપાણ,સાયકલ રેલી વિગેરે નું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગ રૂપે તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ વલસાડ ઉત્તર વન વિભાગના વાંસદા પુર્વ રેંજ તથા વાંસદા પશ્ચિમ રેંજ તેમજ સામાજીક વનીકરણ વિભાગ નવસારીની વાંસદા વિસ્તરણ રેંજ ના સ્ટાફ સાથે નાયબ વન સંરક્ષકશ્રી વલસાડ ઉત્તરના માર્ગદર્શન હેઠળ રાણી ફળિયા વન ચેતના કેન્દ્રથી વાંસદા સુધી લોકોને વન જાગ્રુતિ અંગે સંદેશો મળે તે હેતુ સર સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા મદદનીશ વન સંરક્ષકશ્રી વાંસદા,તથા રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી વાંસદા પુર્વ અને રેંજ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પશ્ચિમ તેમજ રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી સામાજીક વનીકરણ રેંજ વાંસદા ઉપસ્થિત રહી તેમજ તમામ સ્ટાફે ભાગ લઇ સાયકલ રેલીનો કાર્યક્રમ સફળ બનાવેલ હતો.



