
વિજાપુર પાલીકા ફાયર વિભાગ ત્રણ કર્મચારીઓથી ચાલે ફાયર વિભાગ માં તૈયાર કર્મચારીઓ નો અભાવ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા ના તાબા હેઠળ ચાલતુ ફાયર વિભાગ માં ત્રણ કર્મચારીઓ ના કારણે અન્ય પાલિકા ના કર્મચારીઓ નો આકસ્મિક ઘટના ના સમયે સહારો લેવો પડતો હોય છે ત્યારે હાલમાં ફાયર વિભાગ માં એક ઇન્સ્પેક્ટર તેમજ અન્ય બે કર્મચારીઓ સાથે કુલ ત્રણ કર્મચારીઓ કામ કરે છે જ્યારે શહેરમાં કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અન્ય સેવક દળનો સહારો લેવો પડતો હોય છે જોકે હાલમાં ફાયર વિભાગના અધિકારી ભાવેન્દ્ર સિંહ રાઠોડ તેમજ કુલદીપ પટેલ તેમજ રાજન પટેલ આ ત્રણે કર્મચારીઓ 24 કલાક સક્રિય કામગીરી કરી રહ્યા છે જેમાં કોઈ પણ જગ્યાએ કાર માં આગ લાગે કે પછી પક્ષી ફસાઈ ગયુ હોય કે કુવા માં ગાય પડી ગઈ હોય તો જહેમત ઉઠાવી ને પણ સારી કામગીરી કરે છે પરંતુ સ્ટાફ ઘણો ઓછો હોઈ ઘણી વખત બહારના સેવકો નો કે પછી પાલિકા ના અન્ય કામગીરી માં રોકાયેલા કર્મચારીઓ ની મદદ લેવી પડતી હોય છે ત્યારે ફાયર વિભાગ માં કર્મચારીઓ નો અભાવ વર્તાય છે તો અહીં સ્ટાફ વધે તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો મોટી દુર્ગટના ના સમયે ફાયર વિભાગ ના તાલીમ પામેલા એવા કર્મચારી ઓની સેવાઓ મળી શકે માટે ફાયર વિભાગ માં શહેરી જનો ના હીત માં સ્ટાફ નો વધારો જરૂરી બન્યો છે





