BHARUCHBHARUCH CITY / TALUKO

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

 

જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની આજરોજ કલેક્ટક કચેરીના સભાખંડમાં કલેક્ટર તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને મિંટીંગનું યોજાઈ હતી.

 

આ મિંટીંગમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના અધ્યક્ષ તુષારા સુમેરાએ પ્રવાસન સ્થળો માટે વિવિધ સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં પ્રવાસન સ્થળોના વિકાસ અને મીટીંગના એજન્ડા બાબતે હાજર સભ્યોશ્રીઓના અભિપ્રાયો લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

વધુમાં, હેરીટેજ સ્થળો જેવા કે, નથુથોબનદાસ ધર્મશાળાનાં વિકાસ, જંબુસર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિકાસ, ગુજરાત રાજ્યના પૌરાણિક તેમજ ધાર્મિક રીતે મહત્વ ધરાવતા ધર્મસ્થાનોમાં યાત્રીકોની સવલતના વિકાસ કાર્યો, કબીર વડ, અંગારેશ્વર ,મંગલેશ્વર અને શુક્લતિર્થ ઘાટ વિકાસ પ્રોજેક્ટ વગેરેના એજન્ડાની ચર્ચાઓ કરવામાં આવી હતી.

 

આ મિંટીંગમાં જિલ્લાના નગર પાલિકા પ્રમુખ, સર્વે ધારાસભ્યોઓ જેમાં રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા અને જીલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી,પ્રવાસન વિભાગના નોડલ અધિકારી, અને અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

[wptube id="1252022"]
Back to top button