MEHSANAVIJAPUR

વિજાપુર ઉબખલ ગામે અંબાજી મતાના મંદિરના ઓટલા ઉપર બેઠેલા ઈસમ પાસેથી મોબાઈલ ઝુંટવી ત્રણ ઈસમો ફરાર

વિજાપુર ઉબખલ ગામે અંબાજી મતાના મંદિરના ઓટલા ઉપર બેઠેલા ઈસમ પાસેથી મોબાઈલ ઝુંટવી ત્રણ ઈસમો ફરાર
વસઈ પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ઉબખલ ગામે આવેલ અંબાજી માતાના મંદિરના ઓટલા ઉપર રાત્રીના સમયે બેઠેલા ગામના યુવક પાસેથી બહાર થી બાઈક લઇને આવેલા ત્રણ અજાણ્યા ઈસમો વિવો નો મોબાઈલ ઝુંટવી ને રાત્રીના અંધારા નો લાભ લઇ ફરાર થઇ જતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉબખલ ગામે સાગર દાણ ની ફેકટરી ઉપર મજૂરી કરી ઘરનુ ગુજરાન ચલાવતા દિનેશભાઇ રમેશભાઈ રાવળ રાત્રીના નવ વાગે ઘરે થી થોડે દુર અંબાજી માતાના મંદિરના ઓટલા ઉપર બેઠેલા તે સમયે બાઈક લઈને આવેલા ત્રણ અજાણ્યા ઈસમો એ હાથમાંથી પોતાનો વિવો મોબાઈલ Y33T મોડલ મોબાઈલ ઝુંટવી ને ફરાર થઇ જતા પોલીસ મથકે ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button