MEHSANAVIJAPUR

વિજાપુર એસકા કોમ્પલેક્ષ માંથી બાઈક ઉઠાવનાર ચોર ઝડપાયો

વિજાપુર એસકા કોમ્પલેક્ષ માંથી બાઈક ઉઠાવનાર ચોર ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના ચક્કર વિસ્તારમાં આવેલ એસકા કોમ્પલેક્ષ માં પાર્ક કરેલુ બાઈક ઉઠાવનાર ચોરને એસઓજી એ ઝડપી લઈ બાઈક નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતિ મુજબ ચડાસણા ગામનો રોહિતજી ઠાકોરે પોતાના સબંધી ને મળવા માટે પોતાનુ બાઈક નંબર જીજે 02 સીજી ૬૧૨૪ પાર્ક કરી કાકા ના દીકરા ને મળવા દુકાને ગયા હતા ત્યારબાદ પરત ફરતા સ્થળ ઉપર બાઈક નહીં મળી આવતા પોલીસ મથકે બે દિવસ અગાઉ ફરીયાદ નોંધાવી હતી આ ચોરી કરેલું બાઇક ની નંબર પ્લેટ કોરી કરી વેચાણ માટે ફરતો હોવાની પોલીસ ને મળેલી બાતમી મુજબ તપાસ કરતા બાઈક સાથે દેવીપુજક મહેશ સોમાભાઈ ને ઝડપી લીધો હતો તેની પુછપરછ કરતા એસકા કોમ્પલેક્ષ માંથી બાઈક ઉઠાવ્યા ની કબૂલાત કરતા ચોરી નો ભેદ ઉકેલાયો હતો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button