HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર અચાનક લાગી આગ – મોટી જાનહાનિ ટળી

હળવદ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર અચાનક લાગી આગ – મોટી જાનહાનિ ટળી

ફાયર ફાઈટર ની મોટી ગાડી હળવદ માં ન હોવાને કારણે ધાંગધ્રા થી ફાયર ફાઈટર બોલાવવું પડ્યું –

વેગડવાવ રોડ પર આવેલ હળવદ નગરપાલિકાની ડમ્પીંગ સાઈડ પર બપોરના સમયે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ત્યારે તાત્કાલિક ધોરણે હળવદ નગરપાલિકા ના ફાયર વિભાગના અધિકારી રોહિત મહેતાને જાણ થતા સમગ્ર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ હળવદ નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડની મોટી ગાડી ન હોવાને કારણે તાત્કાલિક અસરથી ધાંગધ્રા થી મોટી ગાડી મંગાવવામાં આવી હતી ત્યારે સમયસુચકતાને કારણે મોટી જાનહાની ટળી હતી જોકે આસપાસના ચાર જૂપડાને નુકસાન થયું હતું ત્યારે સવાલ એ પણ થાય કે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ ? હળવદ નગરપાલિકા પાસે મોટી ફાઈટરની વ્યવસ્થા ન હોવાને કારણે ઓચિંતા બનેલ ઘટનામાં મોટી જાનહાની થવાની શક્યતાઓ હોય છે ત્યારે હળવદની નેતાગીરી ના અભાવને કારણે હળવદ વાસીઓને આજ સુધી મોટી ફાયર બ્રિગેડ ની ગાડી મળી નથી હજુ થોડા સમય પહેલા જ હળવદ મધ્યસ્થ આવેલ લાતીમાં આગ લાગી હતી ત્યારે પણ બહારથી ગાડીનો કાફલો બોલાવો પડ્યો હતો ત્યારે હવે જોવાનું રહેશે કે કોઈ નેતાઓ હળવદ વાસીઓ માટે વધુ સુવિધા આપશે કે પછી આવી જ રીતે સંતોષ માનશે ?

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button