ટંકારા ના વિરપર ગામે પેવર બ્લોકની કામગીરીનુ ગામના વડીલોના હસ્તે કરાયુ ખાતમુહુર્ત

ટંકારા ના વિરપર ગામે પેવર બ્લોકની કામગીરીનુ ગામના વડીલોના હસ્તે કરાયુ ખાતમુહુર્ત
વિરપર ગામે વિકાસકાર્યનુ ગામના વડીલોના હસ્તે ખાતમુહુર્ત કરીને સરપંચે શુભકાર્યની કરી શરૂઆત

મોરબી રાજકોટ હાઈવે પર આવેલા વિરપર ગામે હાલ વિકાસ-કાર્યની કામગીરી સરપંચ દ્વારા કરાઈ રહી છે જેમા ગામના રોડ રસ્તા સાફ રહે ગ્રામજનોને સારા રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉચ્ચ વિચારો અને ગામનો વિકાસ થાય તેવી ઉત્તમ કામગીરીના શુભકાર્ય માટે કોઈ નેતા કે સરપંચના હસ્તે ખાતમુહુર્ત કરવાના બદલે વિરપર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ લીખીયાએ ખુદ પ્રેરણાદાયી પહેલ કરતા વિરપર ગામના ગામના વડીલોના હસ્તે ખાતમુહુર્ત કરી વિકાસકાર્ય આરંભ્યું હતુ જેમા હાલ પેવર બ્લોકના કામ માટે આખરી ઓપ આપી કામની શરૂઆત કરતા પહેલા ગામના મોભી ગણાતા વૃધ્ધ વડીલોના હસ્તે ખાતમુહુર્ત કરીને પેવર બ્લોકની કામગીરીને લીલીઝંડી આપી કામગીરી આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છેકે આમ તો ગામના વિકાસ-કાર્ય કોઈને પુછ્યા વિના કે ખાતમુર્હુત વિના જેતે ગામડાઓમા વિકાસ કાર્યને સરપંચ આરંભી કામગીરી કરતા હોય છે ત્યારે વિરપર ગામના સરપંચની વિકાસ કાર્યની કામગીરીનુ વડીલો હસ્તે ખાતમુહુર્ત કરીને શુભકાર્ય આરંભી પ્રેરણાદાયી પહેલ કરી તે પ્રશંસાને પાત્ર છે
રીપોર્ટર – ગોપાલ ઠાકોર









