
તા.૧૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે રાજકોટ ખાતેની જમીન ચકાસણી પ્રયોગશાળામાં માટી તેમજ પાણીના નમૂનાનું પૃથક્કરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઈ ખેડૂત ખાતેદાર આવું પૃથક્કરણ કરાવવા માગતા હોય તેમણે પોતાના ખેતરમાંથી માટી તેમજ પાણીનો નમુનો એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, સરકારી પ્રેસની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટનાં સરનામાં પરની કચેરીને પહોંચતા કરવાના રહેશે. માટી તેમજ પાણીના નમુનાની સરકારશ્રીના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂ. ૧૫/- પ્રતિ નમુના લેખે નમૂનાનું પૃથક્કરણ કરી આપવામાં આવશે. તેમ રાજકોટના મદદનીશ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]








