વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓના માટે વ્યકિતત્વ વિકાસ, યુવક નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખાઓ ખ્યાલ તેમજ યુવક-યુવતીઓની શકિતઓને રચનાત્મક માર્ગે વળવા માટે તજજ્ઞો દ્વારા વિવિધ વિષય પર સમજ મળી રહે તે હેતુથી વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર (ઓફલાઇન) નું જુન-૨૦૨૩ દરમિયાન આયોજન કરવામાં આવનાર છે.
આ શિબિરમાં નેતૃત્વશકિત, વ્યકિતત્વ વિકાસ, કારકિર્દી માર્ગદર્શન અને યોગ નિદર્શન વગેરે વિવિધ બાબતોની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયેથી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ શિબિરમાં જેમની અરજી આવી હશે તેમની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરી આ શિબિરમાં જોડાવા માટેની જાણ કરવામાં આવશે. જેથી શાળા/કોલેજ/સંસ્થાના આદિજાતિના યુવક-યુવતીઓને આ નિઃશુલ્ક તાલીમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવાની રહેશે. અરજીપત્રક જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સી બ્લોક, બીજોમાળ, જિલ્લા સેવા સદન, જુનાથાણા, નવસારી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૦૬૬૩ પરથી મેળવી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.



