LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીશ્રીનાં હસ્તે કરાયું

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીના હસ્તે કરાયું

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી  એ જણાવ્યું હતું કે ,આજે સંતરામપુરની એૈતિહાસિક ભૂમિ પર નવીન એસ ટી ડેપો વર્કશોપનું અંદાજિત રૂ ૪૧૫.૩૧ લાખના ખર્ચે તૈયાર થશે આ નવીન વર્કશોપ થકી એડમીન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, ઓઇલ રૂમ, વોશ એરિયા, સ્ટોર રૂમ,સર્વિસ પીટ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે આ વર્કશોપ થકી બસોને સલામત રાખવામાં વધુ સરળતા રહેશે.

[wptube id="1252022"]
Back to top button