JETPURRAJKOT

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, સોમનાથ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ

તા.૧૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાસ્ત્રી શિક્ષાશાસ્ત્રી (B.A.B.Ed.) સંસ્કૃત અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ યુનિ. વેબસાઈટ https://www.sssu.ac.in/ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રવેશ પરીક્ષા તા.૦૬/૦૬/૨૦૨૩ના રોજ યુનિવર્સિટી ખાતે યોજાશે. આ ૪ વર્ષ (૮સેમેસ્ટર)ના સંસ્કૃત માધ્યમના અભ્યાસક્રમ હેઠળ અધ્યાપનના વિષયો સાહિત્ય, પુરાણ, વેદ, જયોતિષ, વ્યાક૨ણ, દર્શન રહેશે.

યુનિવર્સિટી કેમ્પસ પર ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલ, ગ્રંથાલય, જીમ, કમ્પ્યુટર લેબ, સંસ્કૃત સંભાષણની તાલીમ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, ઈન્ડોર તથા આઉટડોર રમત માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રવેશને લગતી વધુ માહિતી યુનિ. વેબસાઈટ પરથી મેળવી શકાશે. પ્રવેશ માટે ફોન નંબર ૦૨૮૭૬-૨૪૪૫૩૨/૩૩ પર કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંકુલ, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળ, જિ. ગીર સોમનાથ ખાતે સંપર્ક કરી શકાશે. તેમ કુલસચિવશ્રી ડો.દશરથ જાદવની યાદીમાં જણાવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button