
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ -વાંસદા
વાંસ બનાવટની તાલીમથી મહિલાઓ બની સક્ષમ
વાંસદામાં સેન્ટર ફોર ઇન્ડિયન બાંબુ રિસર્ચ એન્ડ ટેકનોલોજી (સીબાર્ટ) વાંસકામ (બાંબુ) ક્ષેત્રે કામ કરતી અગ્રેસર સંસ્થા છે અને વાંસમાંથી અવનવું ફર્નિચર બનાવવા જાણીતી છે. જેમનો ધ્યેય આદિમજૂથના લોકોમાં બાંબુમાંથી વસ્તુઓ બનાવાનો હુન્નર છે એ દ્વારા તેમને ફર્નિચર બનાવવાની વિનામૂલ્યે તાલીમ આપી તેમને રોજગારી આપે છે, તાલીમાર્થીઓને વાંસના ફર્નિચર ટેબલ, અવનવી ડિઝાઈનની ખુરશી, ડાઇનિંગ ટેબલ, ટીપોઈ, સોફાસેટ તેમજ ઘરમાં ઇન્ટિરિયરમાં કરાતા સુશોભનની વસ્તુઓની તાલીમ અપાઇ છે. આદિમજૂથના લગભગ 2200 લોકોએ તાલીમ લઈ કારીગર બની રોજગારી મેળવી રહ્યાં છે. આ જૂથે ગુજરાતભરમાં 56 જેટલા વાંસની બનાવટોના એકઝીબિશનમાં ભાગ લીધો છે.
[wptube id="1252022"]