
૧૨ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જામનગર વાયા ભાયાવદર કેશોદ લોકલ બસ વર્ષોથી આજ રુટ પર ચાલતી હતી, જામનગર થી
ભાયાવદર,ખાખીજાળિયા,સેવંત્રા,સુપેડી,ધોરાજી,જુનાગઢ,થી કેશોદ ચાલતી હતી જે અચાનક નફો કરતી હોવા છતાં છેલ્લા ૬(છ) મહિનાથી સાવ બંધ કરેલ છે તેની જાણ વારંવાર કેશોદ ડેપોમાં ડેપો મૅનેજરસાહેબ ને રજૂઆત કરેલ હોવા છતા પણ કાઇ પરીણામ મળેલ નથી કેમ કે આ ગાડી કેશોદ ડેપોની હોવાથી કેશોદ ડેપો મેનેજર સાહેબ ને જાણ કરવાની થાઈ છે અને તેને જાણ કરતાં દ્વારા એવી જાણ થયેલ છે કે જુનાગઢ ડવિઝનમાં ડી.સી.સાહેબને જાણ કરો.
જુનાગઢ ડિવિઝન માં વારંવાર મૌખિક જાણ કરેલ છે છતાં પણ આજ દિન સુધી કોઈ ચોક્કસ પરીણામ મળેલ નથી અને બસની સુવિધાથી પબ્લિક વંચિત છે અને ભાયાવદર થી પૂરા દિવસમાં માત્ર ને માત્ર જુનાગઢ જવા માટે ૧(એક) બસ એ પણ બપોર પછીના સમય માં મળે છે તો સવારની જામનગર કેશોદ વાયા ભાયાવદર નફો કરતી બસ જો વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો ના છૂટકે લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે તંત્ર સામે આંદોલન કરવા માં આવશે તેવી મુસાફરો દ્વારા માંગણી ઉઠવા પામી છે.





